પ્રજવલિત માનસ-એ પી જે અબ્દુલ કલામ - Prajvalit Manas-APJ Abdul Kalam
search
  • પ્રજવલિત માનસ-એ પી જે અબ્દુલ કલામ - Prajvalit Manas-APJ Abdul Kalam
  • પ્રજવલિત માનસ-એ પી જે અબ્દુલ કલામ - Prajvalit Manas-APJ Abdul Kalam

પ્રજવલિત માનસ-એ પી જે અબ્દુલ કલામ - Prajvalit Manas-APJ Abdul Kalam

₹100.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

પ્રજવલિત માનસ Gujarati Translation of Ignited Minds by APJ Abdul Kalam
અનુવાદક : યશોમતી પટેલ  

Quantity
Last items in stock

જયારે એ.પી.જે. અબ્દુલ કલામે ઈ.સ. ૧૯૯૮માં વાય.એસ. રાજન સાથે ભારત ૨૦૨૦ : નૂતન સહસ્રાબ્દી માટે એક દૃષ્ટિ નામનું પુસ્તક લખ્યું ત્યારે તેમને મળવા-પાત્રપ્રતિભાવના પરિમાણ વિશે તેમને ઓછી અપેક્ષા હતી. નજીવી સુધારણાઓ અને વચનોથી જીવનનિર્વાહના આહાર માટે તિરસ્કૃત રહેવાને બદલે ટૂંકા ગાળામાં જ ભારત ખરેખર વિકસિત રાષ્ટ્ર બની શકે એ વિચારે વાચકોમાં વીણાનો તાર છેડચો.

‘પ્રજવલિત માનસ’' ભારતની ભીતરમાં ધરબાયેલી શક્તિનું ઉત્ખનન કરતા એ તર્કસંગત આગળનું સોપાન સર કરે છે અને આપણી પાસે કૌશલ્યો, સ્રોતો, તાકાતો હોવાથી આપણે સર્વોત્તમ બનવાની શક્તિ ધરાવીએ છીએ તેમ છતાં શા માટે વારંવાર સૌથી ખરાબ આપણે ચીતરાઈએ છીએ તેની ચકાસણી કરે છે. એવું તે શું છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે નિષ્ફળ જઈએ છીએ ? સજીવનનું તેમનું સ્વપ્ન સખત પરિશ્રમના ફટકા વડે સાકાર કરવા રાષ્ટ્રની પ્રજા શક્તિ ધરાવે છે તેનો સુદૃઢ ખ્યાલ પ્રજવલિત મનના હૈયે છે.

કલામ ‘પ્રજવલિત માનસ'માં કોઈસૂત્રાત્મક ઇલાજ દર્શાવતા નથી. પરંતુ દેશભરમાં તેમની યાત્રા દરમિયાન બે વર્ષના સમયગાળામાં તેઓ શાળાનાં હજારો બાળકો, શિક્ષકો, વૈજ્ઞાનિકો, સંતો અને દ્રષ્ટાઓને મળ્યા ત્યારે ધર્મ અને રાજકારણને જે અતિક્રમે તેવી દેશભક્તિ, અપનાવવા જેવા માર્ગને ચીંધે તેવી આદર્શ વ્યક્તિઓ અને પ્રજામાં આત્મવિશ્વાસ માટેની જરૂરિયાત સંબંધી તેમને જે યોગ્ય લાગ્યા તે જુદા જુદા પ્રશ્નો અને મુદ્દાઓ તે ઉઠાવે છે.

આ પુસ્તક લખવાનું જેવું તેમણે શરૂ કર્યું તેવું જ તેમને આશ્ચર્ય થયું કે આટલા વિશાળ મુદ્દા પર લખનાર એ પોતે કોણ ? તેમ છતાં કલામની નમ્રતા જ પ્રેરણા આપે છે કે સફળતાના માર્ગે પાછા વળવા દેશની પોતાની જ ધરબાઈ રહેલી આંતરિક શક્તિ વિશ્વમાં પૂર્ણ સામ્રાજય સ્થાપે તે માટે તેનું ઉત્ખનન કરવું એ બાબત આ પુસ્તક સારી રીતે સાબિત કરે છે.

prajvalit
1 Item

Data sheet

Author
APJ Abdul Kalam
Binding
Hard
Language
Gujarati
Pages
96
Published
2003
2012
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)