

સફળતા મેળવવી દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. આ સફળતા મેળવવા માનવીને જ્ઞાન, આવડત, સામાન્ય બુદ્ધિ અને માનવસંબંધોની જરૂર પડે છે. તકને ઓળખવી પણ જરૂરી હોય છે અને તકને ઝડપી લેવી, તેનો સદ્ઉપયોગ કરવો તે સફળતાનું પ્રથમ પગલું છે. ભગવાનની મહેરબાની અર્થાત્ નસીબનો સાથ પણ સફળતા માટે જરૂરી છે.
આ પુસ્તિકામાં સફળતા મેળવતાં રહેતા ખતરા, તેનાથી જીવન અને કુટુંબ ઉપર થતી અસરો અને તેમાંથી મુક્તિ માટેની ચર્ચા કરી છે.
આ પુસ્તિકા દ્વારા યુવાજગતને માર્ગદર્શન મળે તે આશય છે. જે જોયું છે, અનુભવ્યું છે અને સાંભળ્યું છે તેના ઉપરથી આ લેખો લખાયા છે.
Safalata: Aaroh-Avaroh - Rohit Patel
Data sheet