

દુ : ખ આવશે ત્યારે કરશો શું?-જ્યોતિકા કે. ગજ્જ
દુ:ખમાં પ્રેરણા અને મજબૂતાઈ બક્ષતી સુક્તિઓ
જિંદગી જીવવાની બે રીત છે : કાં તો કોઈ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું.
દુનિયામાં નોખાની નહીં પણ અનોખાની બોલબાલા છે.
‘મૂંઝવણ’ સાથે ‘દોડવા' કરતા ‘આત્મવિશ્વાસ' સાથે ‘ચાલવુ’ વધારે સારું.
ચાલશો તો મંજિલના રસ્તા મળી જશે, વિચારો તો બધી વાતનું કારણ મળી જશે.
જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીગરથી જીવો તો જલસા પડી જશે.
પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે.
દરેક વ્યક્તિને રોજ સવારે ભગવાન બે વિકલ્પ આપે છે :
૧ : જાગો અને તમને ગમતાં સપનાં પૂરાં કરો અથવા...
૨ : સૂતા રહો અને તમને ગમતાં સપનાં જોતાં રહો...!!
મોઢામાંથી નીકળી ગયેલો શબ્દ અને હાથમાંથી સરી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો.
નીચે પડવું એ કાંઈ હાર નથી, હાર એ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડો,
જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો - આંસુથી આંખ ભીની ના કરવી, કારણ - જો આંખો ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે.
પગ લપસવાથી થયેલા ઘા રૂજાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા
Data sheet