- coming soon

LIFE'S AMAZING SECRETS નો ગુજરાતી ભાવાનુવાદ
ભાવાનુવાદ : જતિન વોરા
તમારા જીવનમાં સંતુલન અને ઉદ્દેશ કેવી રીતે શોધશો
જિંદગી વિતાવવાનું બંધ કરીએ, જિંદગીમાંથી વિકસવાનું શરૂ કરીએ.
મુંબઈના ભયંકર ટ્રાફિકમાંથી પોતાની મંઝિલ તરફ પ્રયાણ કરતાં ગૌર ગોપાલ દાસ અને તેનો
ધનવાન મિત્ર હેરી વાતચીતમાં ગુંથાયા, માનવોની પરિસ્થિતિથી માંડીને જીવનના ઉદ્દેશ્ય અને ચિરંજીવી
સુખ માટેની શોધ બાબતે ચર્ચાઓ કરી.
એટલે તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો કે તમારી અંદર છુપાયેલા તમારા સાચા કૌશલ્યની તલાશ કરતા હોવ, કાર્યસ્થળે સારો દેખાવ કરવા માટે તરસતા હી અથવા તો તમે આ જગતને શું આપી શકો તેમ છો તે વિચારતા હો તો ગૌર ગોપાલ દાસ પોતાની બેજોડ આંતરસૂઝ સાથે તમને આ ક્ષેત્રની સફર ઉપર લઈ જશે જે તમારે માટે જીવનભરની અવિસ્મરણીય સફર બની રહેશે.
ગોપાલદાસ આજે વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ અનુસરવામાં આવતા સાધુ અને જીવન માર્ગદર્શક છે અને તેમણે લાખો લોકો સાથે તેમની ફિલસૂફી શેર કરી છે. તેમનું સૌપ્રથમ પુસ્તક ‘જીવનનાં અદ્ભુત રહસ્યો', તેમના પોતાના જિંદગી વિશેના અનુભવો અને બોધપાઠોને એક હળવી શૈલીમાં અંકિત કરી જીવન માટે નવેસરથી વિચાર કરવા પ્રેરતું પુસ્તક છે જે તમને તમે જેવું જીવન જીવવા ઇચ્છો છો તે તરફ તમને લઈ જવા માટે અગ્રેસર બનાવશે.
Data sheet