હોલીવુડ હંડ્રેડ ભાગ ૧ અને ૨-શિશિર રામાવત - Holliwood Hundred Bhag 1 & 2-Shishir Ramavat
search
  • હોલીવુડ હંડ્રેડ ભાગ ૧ અને ૨-શિશિર રામાવત - Holliwood Hundred Bhag 1 & 2-Shishir Ramavat

₹850.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

મરતાં પહેલાં જોવી પડે એવી ૧00 વિદેશી ફિલ્મો

સિનેમાના મહાસાગરમાં ડૂબકી મારવાની મજા

Quantity
Last items in stock

શિશિર રામાવત આપણી ભાષાના જાણીતા નવલકથાકાર, કૉલમિસ્ટ અને નાટ્યલેખક છે.

‘હોલીવૂડ હંડ્રેડઃ મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો’ પુસ્તકના બે ભાગમાં તેમણે વિશ્વસિનેમાની ૧૦૦ સર્વકાલીન મહાનતમ ફિલ્મો વિશે પોતાની લાક્ષાણિક શૈલીમાં વર્ણન કર્યું છે. પ્રત્યેક ફિલ્મની વાર્તા શી છે, ફિલ્મમેકરને કથાબીજ ક્યાંથી મળ્યું, એના પરથી આખેઆખી સ્ક્રિપ્ટ કેવી રીતે લખાઈ, કેવી રીતે કાસ્ટિંગ થયું, શૂટિંગ દરમિયાન સેટ ૫૨ શું શું બન્યું, ડિરેક્ટર-એક્ટર્સ-રાઇટરની ક્રિયેટિવ પ્રોસેસ શી હતી, ફિલ્મ રિલીઝ થયા પછી એણે કેવી અસર જન્માવી, બૉક્સઑફિસ તેમજ સમીક્ષકોએ કેવો પ્રતિસાદ આપ્યો, ફિલ્મ શા માટે મહાન યા તો ક્લાસિક ગણાઈ આ સઘળી વાતો આ પુસ્તકમાં અત્યંત રસાળ ઢબે થઈ છે.

માઇક્રોસોફ્ટ કંપનીમાં ગુજરાતી લેંગ્વેજ એક્સપર્ટ તરીકે કામગીરી બજાવી ચૂકેલા શિશિર રામાવતે ‘તને રોજ મળું છું પહેલી વાર’, ‘જીતે હૈ શાન સે’ અને ‘હું, ચંદ્રકાંત બક્ષી...' જેવાં નાટકો લખ્યાં છે. તેઓ આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ નામના ટીવી શો સાથે સંકળાઈ ચૂક્યા છે. તેમની ‘વિક્રાંત’, ‘મને અંધારાં બોલાવે... મને અજવાળાં બોલાવે', અપૂર્ણવિરામ’ અને ‘ક્ષણ પ્રતિક્ષણ’ નવલકથાઓ લોકપ્રિય પુરવાર થઈ છે. તેઓ દિવ્ય ભાસ્કર દૈનિકમાં ‘ટેક-ઓફ’ અને ‘મલ્ટિપ્લેક્સ' તેમજ ચિત્રલેખા સાપ્તાહિકમાં ‘વાંચવા જેવું’ નામની કૉલમ લખે છે.

9788184401233holliwood
1 Item

Data sheet

Author
Shishir Ramavat
Binding
Hard
Language
Gujarati
Pages
Part1 286
Part2 310
Published
2019
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)