

ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખૂબ જાણીતું છે અને જ્યારે દવાઓ ન હતી ત્યારે મુદ્રાઓ દ્વારા અનેક લોકો પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તકલીફો દૂર કરતા હતા.
ડો. રસિક છ. શાહ
બી.એ. બી.કોમ., એલએલ.બી., ડી. એલ. ડબલ્યુ., ડી.જે. (લંડન),ડી.એસ.ઈ. (લંડન), ડી.ટી.એમ. (લંડન), એમ.સીઆઈ.એ.એન.એમ.(લંડન) પીએચ.ડી.
૭૯ વર્ષના ડૉ. રસિક છ. શાહ ‘દિવ્ય શક્તિ દ્વારા રોગમુક્તિ' અને દવા વિના રોગનિવારણનું કામ છેલ્લાં ૩૮ વરસથી કરી રહ્યા છે. તેઓ જુદી જુદી ૧૦ થેરેપીઝના જાણકાર છે.
તેઓ દર વરસે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉપરોક્ત કામ માટે તૈયાર કરે છે. તેમણે આજ સુધી ૫૪૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે.
તેમણે તથા તેમના શિષ્યોએ આજ સુધી લગભગ ૩ લાખ જેટલા દર્દીઓને આ વિદ્યાનો નિઃશુલ્ક લાભ આપ્યો છે, જેમાંના મોટા ભાગના દર્દીઓ બીજી પદ્ધતિઓ પ્રમાણે રોગમુક્ત થઈ શકે તેમ ન હતા.
વ્યવસાયે નાના મોટા ઉદ્યોગોમાં સલાહકાર તરીકે તેમણે ૫૦ વરસ સુધી કામ કર્યું છે. હાલમાં તેઓ ‘શેરબજાર’, ‘લઘુઉદ્યોગ’, ‘જર્નાલિઝમ’, ‘સ્વવિકાસ’, ‘વ્યક્તિત્વવિકાસ’, ‘મનનો અંકુશ અને શાંતિભર્યું જીવન’, ‘દિવ્ય શક્તિ દ્વારા રોગમુક્તિ’, ‘દવા વિના રોગમુક્તિ - અન્ય વિદ્યાઓ', ‘માનવીનો આધ્યાત્મિક વિકાસ’, ‘આધ્યાત્મિક સત્સંગ' વગેરે વિષયો પર જુદી જુદી સંસ્થાઓ મારફત નિયમિત વ્યાખ્યાનો આપે છે અને લોકોને શિક્ષણ આપે છે.
તેઓ વ્યક્તિગત સલાહ આપી લોકોને શારીરિક, માનસિક તથા અન્ય તકલીફોમાંથી બહાર લાવે છે.
તેઓએ અંગ્રેજીમાં ૨૬ અને ગુજરાતીમાં ૮ પુસ્તકો લખ્યાં છે.
તેઓ ‘દિવ્ય શક્તિ મંડળ (ભારત)'ના પ્રમુખ, વર્લ્ડ કોંગ્રેસ (ઓલ્ટરનેટ થેરેપીઝ)ના સલાહકાર અને અન્ય અનેક સંસ્થાઓમાં સલાહકાર છે. આજ સુધી તેઓએ ૫૦ કરતાં વધારે સંસ્થાઓમાં કામ કર્યું છે. અનેક સંસ્થાઓ તેઓનાં વ્યાખ્યાનો યોજે છે.
તેઓ પ્રતિષ્ઠિત છાપાંઓ તથા સામયિકોમાં લેખો લખે છે.
Data sheet