

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે. આપણા ભારતમાં તેનું પ્રમાણ ઘણું વધારે છે. ભારત દેશનાં બધાં રાજ્યોમાં ગુજરાત ડાયાબિટીસમાં પ્રથમ નંબરે છે. દુનિયામાં ડાયાબિટીસને કારણે દર ૨૦સેકંડે એક પગ કપાય છે. આટલી મોટી સંખ્યામાં થતી તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય આ રોગ પ્રત્યે જાગૃતિ છે. આ પુસ્તક દ્વારા લોકોને જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે. ડાયાબિટીસના દર્દીઓએ આ પુસ્તક વાંચીને બિલકુલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સમજીને જો જરૂરી સૂચનાઓનું પાલન કરે તો અચૂક પોતાનો પગ બચાવી શકે અને તંદુરસ્ત જીવન જીવી શકે.
ચાલો, આપણે સૌ સાથે મળી જાગૃતિ લાવીએ અને ડાયાબિટીસના દર્દીઓના પગ બચાવીએ.
- ડૉ. વિભાકર વછરાજાની
Diabetes-Bachavi Pag Ghumiye Jag in Gujarati
Data sheet