

ચાણકયના માર્ગે સફ્ળ વ્યવસ્થાપન
Translator : Swati Vasavda
ઈ.પૂ. ચોથી સદીમાં ચાણક્યએ નેતૃત્વ વિશેના તેમના વિચારો તથા વ્યૂહરચનાઓ લખ્યા હતા. વર્તમાન પુસ્તકમાં લેખકે આ યુગો જૂની ફોર્મ્યુલાનુ આજના સમયના નેતાઓ માટે સરળીકરણ કર્યું છે.
નેતૃત્વ, વ્યવસ્થાપન અને તાલીમ ઉપરના વિભાગોમાં કૉર્પોરેટ ચાણક્ય વ્યાપારીતંત્રો, વ્યૂહરચનાઓ, નિર્ણાયત્મકતા, નાણાં, સમયનું વ્યવસ્થાપન અને એક નેતાની જવાબદારીઓ સહિતના ક્ષેત્રોમાં ચાણક્યના ડહાપણ/જ્ઞાનને લાગુ કરે છે.
રાધાક્રિષ્નન પિલ્લઈ બેસ્ટસેલિંગ પુસ્તકો કૉર્પોરેટ ચાણક્ય, ચાણક્ય પ્રેરિત નેતૃત્વનાં ૭ રહસ્યો, તુજમાં છે ચાણક્ય, કથા ચાણક્ય, ધસ સ્પોક ચાણક્ય તથા ચાણક્ય નીતિ પુસ્તકોના લેખક છે. તેઓ સંસ્કૃતમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને કૌટિલ્યના અર્થસાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. સુવિખ્યાત મેનેજમેન્ટ તથા વક્તા એવા રાધાક્રિષ્નન પિલ્લઇ યુનિવર્સિટી ઑફ મુંબઇ ખાતે ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિડરશિપ સ્ટડિઝ (સીઆઇઆઇઅલએસ)ના ડેપ્યુટી ડિરેક્ટર છે. @rchanakyapillai હેન્ડલ દ્વારા ટ્વિટ કરતા પિલ્લઇ બીજા પણ મુખ્ય સોશિયલ મીડિયા ઉપર સક્રિય છે.
Data sheet