રણમાં ખીલ્યું ગુલાબ  ભાગ ૭-ડૉ શરદ ઠાકર - Ranma Khilyu Gulab Part 7
search
  • રણમાં ખીલ્યું ગુલાબ  ભાગ ૭-ડૉ શરદ ઠાકર - Ranma Khilyu Gulab Part 7
  • રણમાં ખીલ્યું ગુલાબ  ભાગ ૭-ડૉ શરદ ઠાકર - Ranma Khilyu Gulab Part 7

રણમાં ખીલ્યું ગુલાબ ભાગ ૭-ડૉ શરદ ઠાકર - Ranma Khilyu Gulab Part 7

₹225.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

રણમાં ખીલ્યું ગુલાબ  ભાગ ૭-ડૉ શરદ ઠાકર

Quantity
Last items in stock

ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક ગુલાબીપણાનો સાર્થક કરે છે. વર્તમાનપત્રોમાં લેખન દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજૂ કરે છે. તેમના શબ્દોને ક્યારેય ઉંમરની મર્યાદા નડી નથી. સ્કૂલ-કોલેજના નવયુવકથી લઈને પ્રૌઢ વ્યક્તિઓ સુધીના તેમની કલમના આશિક રહ્યા છે. તેમણે પોતાની કલમ દ્વારા એક આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે-તેમણે પોતીકું ગુલાબ ખીલવ્યું છે. તેઓ છેક ૧૯૯૩થી આ ગુલાબ ઉછેરી રહ્યા છે અને આજે પણ એટલું જ તાજું છે- એટલું જ ફ્રેશછે.

લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે. પોતાની બળુકી સર્જકતાથી બે પંક્તિના શેરને સાર્થક કરતું એક આખું વાર્તાવિશ્વ તેઓ ઊભું કરે છે.

અનેક પુરસ્કારોથી સન્માનિત આ સર્જક પોતે ગાયનેકોલોજિસ્ટ છે. જેટલાપ્રેમથી તે પોતાના દર્દીઓની સારવાર કરે છે- નિદાન કરે છે, એટલી જ ચીવટથી તે વાર્તાનું પણ નિદાન કરે છે. એટલા માટે જ તેમની કલમમાંથી સરતી કહાણીઓ સ્વસ્થ હોય છે. સ્વસ્થ કહાણીઓના શરદઋતુ જેવા સર્જક ડો.શરદ ઠાકરના આ પુસ્તકમાંથી પણ તમે ગુલાબ જેવી જ મૃદુતા, સુગંધ અને તાજગી અનુભવી શકશો

અનિલ ચાવડા

9789351981022
1 Item

Data sheet

Author
Dr Sharad Thaker
Binding
Hard
Language
Gujarati
Pages
212
Published
1st 2015
2019
Publisher
Navbharat Sahitya Mandir
Comments (0)