વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન-ઓગ મેન્ડિનો - Vishwano Sauthi Mahan Salesman-Og Mandino
search
  • વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન-ઓગ મેન્ડિનો - Vishwano Sauthi Mahan Salesman-Og Mandino
  • વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન-ઓગ મેન્ડિનો - Vishwano Sauthi Mahan Salesman-Og Mandino

વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન-ઓગ મેન્ડિનો - Vishwano Sauthi Mahan Salesman-Og Mandino

₹165.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

THE GREATEST SALESMAN IN THE WORLD - NOW IN GUJARATI

તમારું જીવન બદલો અને આ પુસ્તકમાં આપવામાં આવેલા દસ પ્રાચીન સિદ્ધાંતોમાં વ્યક્ત થયેલા અમૂલ્ય ડહાપણ દ્વારા સાચું જ્ઞાન મેળવો

Quantity
Last items in stock

પ્રત્યેક પેઢીમાં એક ‘સશક્ત સાહિત્યનું સર્જન થતું હોય છે. આર્વા પ્રકારનાં લખાણોમાં વાચકનું જીવન બદલવાની ખરેખર ક્ષમતા હોય છે. આ પરંપરાને ધ્યાનમાં લઈએ તો વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન અસંખ્ય લોકોના જીવન પર અસર કરશે એ નિશ્ચિત છે.

અહીં લગભગ બે હજાર વર્ષ પહેલા થઈ ગયેલા હાફીદ નામના છોકરાની વાત છે. ઊંટનું પાલન-પોષણ કરતા અને તેના પર જીવન ગુજરાન કરતા આ છોકરાને તેમાંથી બહાર નીકળીને આગળ વધવું છે. તેને તેની ક્ષમતા પુરવાર કરવાની તક આપવા તેનો માલિક પેથરોસ તેને માત્ર એક ઝભ્ભો વેચવા માટે બેથલેકેમ મોકલે છે. છોકરો તેને સોંપવામાં આવેલા કામમાં નિષ્ફળ જાય છે, એટલું જ નહીં પરંતુ એક ઘર પાસે ગુફામાં એક નવજાત બાળકને હૂંફ મળી રહે તે માટે તે ઝભ્ભો સળગાવવા માટે આપી દે છે.

હાફીદ શરમથી માથું ઝૂકાવી પરત આવે છે, પરંતુ એ આવે છે ત્યારે તેના માથા પર એક ચળકતો તારો દેખાય છે. પેથરોસ તેને ઈશ્વરની નિશાની માને છે અને હાફીદને દસ પ્રાચીન ચર્મપત્ર આપે છે જેમાં એ છોકરો તેની તમામ મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકે તેવી ડહાપણ ભરેલી વાતોનો ખજાનો છે.

આ અનંતકાલીન વાર્તામાં મૂળ ચર્મપત્રનાં લખાણ પણ રજૂ કરવામાં આવ્યા છે. હાફીદ એ રહસ્યોનો ઉપયોગ વિશ્વનો મહાન સેલ્સમેન બનવા માટે કરે છે... અને તેને જે બાબતોથી સફળતા મળી એ તમને પણ સફળતા અપાવી શકે. કેમકે આપણે બધા ‘સેલ્સમેન’ છીએ... અને આપણે આપણી જાતને બીજા સમક્ષ કેવી રીતે ‘વેચી' શકીએ છીએ તેના પર સફળતાનો આધાર રહેલો છે.

ઓગ મેન્ડિનોએ ૧૯૭૬માં બાવન વર્ષની ઉંમરે શિકાગોસ્થિત સક્સેસ અનલિમિટેડ સામયિકનું પ્રમુખપદ સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે છોડ્યું હતું. આ પછી તેમણે તેમનો પૂરો સમય લેખન અને પ્રવચન પાછળ આપ્યો. દેશમાં ટોચના પ્રખર વક્તા તરીકે પ્રસિદ્ધ થનાર મેન્ડિનોનો સમાવેશ ઈન્ટરનેશનલસ્પીકર્સ હૉલ ઑફ ફ્રેમમાં પણ થયો હતો.

9788184955118
1 Item

Data sheet

Author
Og Mandino
Binding
Paper Back
Language
Gujarati
Pages
111
Published
2013
2022
Publisher
Jaico Publishing House
Comments (0)