મેલુહાના અમર્ત્યો-અમીશ - Meluha Na Amratyo-Amish

₹499.00
1 Qty In stock
SKU
9789388689373

Gujarati The Immortals of Meluha by Amish 
ભાવનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'

ધ ઈમોર્ટલ્સ ઓફ મેલુહા એ અમીશ ત્રિપાઠીનું પહેલું પુસ્તક છે, એમિશવર્સનું પ્રથમ પુસ્તક છે અને શિવ ટ્રાયોલોજીનું પણ પ્રથમ પુસ્તક છે. વાર્તા મેલુહાની ભૂમિમાં સેટ છે અને શિવના આગમનથી શરૂ થાય છે. મેલુહાન્સ માને છે કે શિવ તેમના પ્રસિદ્ધ તારણહાર નીલકંઠ છે

 

દંતકથાએ ઈશ્વર બનાવી દીધેલા મહામાનવની કથા

ઈસાપૂર્વ ૧૯૦૦. આધુનિક ભારતમાં તેને ભૂલથી સિંધુ ખીણની સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે.

પરંતુ એ સમયના લોકો તે ભૂમિને મેલુહાના નામથી ઓળખતા હતા. એક એવો પરિપૂર્ણ સમાજ જેની રચના આ જગતના મહાનતમ રાજાઓમાંના એક રામે કરી હતી.

આ ગર્વસભર સૂર્યવંશી સામ્રાજ્યના શાસકો એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની પૂજ્ય સરસ્વતી નદી સુકાઈ રહી છે. પૂર્વમાંથી ચંદ્રવંશીઓના ત્રાસવાદી આક્રમણો પણ તેમની પર થઈ રહ્યા છે અને તેનાથી પણ વધારે ભયજનક વાત તો એ છે કે ચંદ્રવંશીઓ હવે નાગવંશીઓ સાથે જોડાયા છે. નાગવંશીઓ એટલે એવા શાપિત અને ખોડખાંપણવાળા લોકો જેમની પાસે અદ્ભુત યુદ્ધકૌશલ છે.

સૂર્યવંશી માટે માત્ર એક જ આશા રહી છે અને એ આશા છે તેમની દંતકથા : ‘જ્યારે જ્યારે અનિષ્ટ માથું ઊંચકે છે, જ્યારે તમામ માર્ગો બંધ થઈ જાય છે, જ્યારે એમ લાગે છે કે શત્રુ હવે વિજયી થઈ ગયો છે, ત્યારે ત્યારે એક મહાનાયક જન્મ લે છે.'

શું આ મહાનાયક એટલે તિબેટથી આવેલા, બરછટ દેખાવના વસાહતી શિવ ?

અને એ મહાનાયક બનવા ઇચ્છે છે ખરા ?

પોતાની કર્તવ્યભાવના અને પ્રેમને માટે કર્મપથ પર આગળ ધપનારા શિવ શું સૂર્યવંશીઓનો પ્રતિશોધ પૂરો કરશે ? શું એ અનિષ્ટનો સંહાર કરશે ?

શિવકથન નવલકથાત્રયી'ના આ પ્રથમ પુસ્તકમાં એક એવા સામાન્ય માનવની વાત છે જે પોતાનાં કર્મોથી દેવોના દેવ મહાદેવ બની ગયા.

More Information
Country of Origin India
Language Gujarati
Write Your Own Review
You're reviewing:મેલુહાના અમર્ત્યો-અમીશ - Meluha Na Amratyo-Amish

The product image colors may differ slightly from the original.

Copyright © 2003-present Shree Mahavir Mart. All rights reserved.