નેચર ગિફ્ટ-જ્યોતિકા કે. ગજ્જર - Nature Gift-Jyotika K Gajjar
નેચર ગિફ્ટ-જ્યોતિકા કે. ગજ્જર
પ્રસ્તાવના
આ પુસ્તકનું નામ નેચર ગિફ્ટ છે. મતલબ –
આ પુસ્તકમાં ઘણી કુદરતી સંપદાઓ જેમ કે સમુદ્રો, નદીઓ, પર્વતો, જંગલો, રણો, ગુફાઓ, મહાસાગરો, તળાવો, ધોધ, વિસ્મયકારક સુંદર વનસ્પતિઓ, ફૂલ-છોડ, શાકભાજીઓની વિશેષતાઓ વિશે અલભ્ય, અજાયબભરી, આશ્ચર્યજનક, દુર્લભ માહિતી આપવામાં આવી છે. આવી માહિતી તમને બીજા પુસ્તકોમાં ભાગ્યે જ જોવા-વાંચવા મળી શકે છે. એવી રીતે તેનું વર્ણન-ચિત્રણ છે કે જાણે નજર સમક્ષ તેના સૌંદર્યનું રસપાન કરતા હોઈએ એવું આકર્ષક, માહિતીસભર વર્ણન છે.
સાથેસાથે જેમણે આ કુદરતી સંપદાઓમાં પોતાનું પ્રદાન, સમર્પણ, સાચા પ્રેમી તરીકે સમર્પિત થયા છે એવી વિરલ વ્યક્તિઓનો પરિચય, તેમનું કાર્ય, પ્રદાન, સેવા-અર્પણની માહિતી આપવામાં આવી છે.
અમુક વ્યક્તિઓએ જિંદગીના અમુક વર્ષો સાગર-મહાસાગરો, તળાવો કે નદીઓને સમર્પણ કરીને વિશિષ્ટ સેવા આપી છે. તેઓનું વર્ણન-માહિતી અમુક વ્યક્તિ જંગલો-વનસ્પતિ બચાવવામાં જિંદગી ખર્ચી નાખી હોય એવી વ્યક્તિઓનો પરિચય, જેઓ જંગલો, વનસ્પતિઓ માટે તન-મન-ધનથી સમર્પિત થઈ ગયા હોય એવી વ્યક્તિઓનો પરિચય આપવા પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક નેચર-પ્રકૃતિ પ્રેમીઓ માટે અલભ્ય ભેટ સાબિત થશે, સામાન્ય વ્યક્તિઓ, વિદ્યાર્થી માટે પણ બેજોડ ગિફ્ટ સાબિત થશે. કુદરતી સંપદાઓનું આકર્ષણ, મોહક સુંદરતાનું બેમિસાલ વર્ણન, માહિતી આપવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક ખરેખર કુદરતની અલભ્ય ગિફ્ટ સાબિત થશે.
આભાર.
ભવદીય
જ્યોતિકા કે. ગજ્જર
Data sheet
- Author
- Jyotika K Gajjar
- Binding
- Paper Back
- Language
- Gujarati
- Pages
- 216
- Published
- 2018
- Publisher
- Navbharat Sahitya Mandir