The product image colors may differ slightly from the original.
ચિંતન રોકસ-કૃષ્ણકાંત ઉનડકટ - Chintan Rocks-Krishnakant Unadkat
₹300.00
1 Qty In stock
SKU
9789351981343
ચિંતન રોકસ-કૃષ્ણકાંત ઉનડકટ
કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક, અમદાવાદમાં મેગેઝિન એડિટર છે. તેમની ‘ચિંતનની પળે’ શીર્ષક
હેઠળ તેમની લોકપ્રિય કોલમ ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ કોલમ અગાઉ ‘ગુજરાત સમાચાર’ દૈનિકની રવિ પૂર્તિ ‘સંદેશ’ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા ‘અભિયાન’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી. ‘ચિંતનની પળે’ કોલમના લેખોના સંગ્રહનું આ પાંચમું પુસ્તક છે. આ અગાઉ લેખકનાં ‘ચિંતનની પળે’(ચાર આવૃત્તિ), ‘ચિંતનને ચમકારે’ (બે આવૃત્તિ), ‘ચિંતનને અજવાળે (બે આવૃત્તિ) અને ચિંતન @24x7 પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત કાના બાંટવા સાથે ‘આમને-સામને’નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે. ‘ચિંતનની પળે’ કોલમ ઉપરાંત ‘દિવ્યભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં તેમની ‘દૂરબીન’ કોલમ થાય છે. ચિંતનાત્મક લેખો ઉપરાંત સાંપ્રત પ્રવાહના સામાજિક તથા રાજકીય લેખોમાં તેમની હથોટીથી વાચકો સુપેરે પરિચિત છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પોઝિટિવ થિંકિંગ વિશેના તેમનાં પ્રવચનો માણવા પણ લોકોને ગમે છે. સાડા ત્રણ દાયકા જેટલી લાંબી પત્રકારત્વની કરિયર દરમિયાન તેમણે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમના લેખોમાં માનવીય સંવેદના ખીલી ઊઠે છે. સંબંધ, પ્રેમ, લાગણી અને જિંદગી વિશે તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને દિલને સ્પર્શી જાય છે.
| Country of Origin | India |
|---|---|
| Language | Gujarati |
Write Your Own Review
Please complete your information below to login.
Sign In
Create New Account