

શ્રી રામનાથ કોવિંદ
આ વાત છે પરિશ્રમથી પ્રસિદ્ધિ સુધીની પદયાત્રાની, પડકારથી પ્રતિષ્ઠા સુધીની મુસાફરીની.
પરૌંખ ગામની માટીમાંથી દેશના રાષ્ટ્રપતિપદના આસન સુધીની એક સામાન્ય માનવની ગૌરવયાત્રા પાછળ છુપાયેલી મહેનતને સાહજિક શબ્દોમાં તાદેશ કરવાનો આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાંચ વર્ષની ઉંમરે માતાના સ્નેહનો પડછાયો ગુમાવી દેનાર બાળ કોવિંદ જ્યારે પ્રાથમિક ધોરણ પછી માત્ર ભણવા માટે બાર બાર કિલોમીટરની પદયાત્રા શરૂ કરે છે ત્યારે તેમના પ્રારબ્ધનો પણ અજાણપણે પ્રવાસ શરૂ થઈ જાય છે. દેશવાસીઓની સેવા કરવાના ઉદ્દેશથી શરૂ કરેલ વકીલાતનું કાર્યક્ષેત્ર તેમને ખરા અર્થમાં દેશસેવા કરી શકે તેવા રાષ્ટ્રપતિપદ પર આરૂઢ કરે છે. એમના સમગ્ર જીવનને આ બે શબ્દોમાં બખૂબી વર્ણવી શકાય છે : "સાદગી અને સેવા”.
Shri Ramnath Kovind by Dhaval Soni in Gujarati
Data sheet