

અનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'
‘એવું પુસ્તક જે વાંચતા તમે વારંવાર તમારા નખ ચાવી જશો.’ - ધ હિંદુ
'સાંઘીએ જોરદાર નવલકથા આપી છે.’ - ધ ટેલિગ્રાફ
'ડેન બ્રાઉનને અશ્વિન સાંઘી સ્વરૂપે ભારતમાંથી બરોબરનો પડકાર મળી રહ્યો છે.’ - ધ વીક
'એક એવી રોચક વાર્તા જે ખંડો અને સદીઓ વચ્ચે વહેતી રહે છે.' – ડેક્કન હેરાલ્ડ
'સાંઘીની ધર્મ, ઈતિહાસ અને રાજકારણ વિષેની અભિરુચિ તાત્કાલિક દેખાઈ આવે છે' - ધ સ્ટેટ્સમેન
લંડન લાઈબ્રેરીની એક છાજલી પર એક ખોખું મળી આવે છે.
જ્યારે આશ્ચર્યચકિત ગ્રંથપાલ એ ખોખું ખોલે છે,
તે ચીસ પાડી ઉઠે છે અને પછી બેહોશ થઈ જાય છે.
વેટિકનની ભુલભુલૈયા જેવી ગલીઓમાં એક સુંદર પણ ભાડૂતી હત્યારા તરીકે કામ કરતી સ્ત્રી એવા સોગંદ લે છે કે તેના વિકૃત પંથમાં ન માનનારા તમામને તે મારી નાખશે.
લશ્કર-એ-તલતશર નામનું ચુનંદા લડવૈયાઓનું આતંકવાદી જૂથ આખી દુનિયામાં ફેલાયેલું છે.
તેમનું નસીબ બહુ વિચિત્ર રીતે જીઝસ અને તેમનો બાર શિષ્યો જેવું જ છે.
તેમનું ધ્યેય એક જ છે : દુનિયાનો નાશ.
એક હિંદુ જ્યોતિષને એવું દેખાય છે કે ગ્રહો એવી વિશેષ સ્થિતિમાં ગોઠવાઈ રહ્યાં છે કે જેથી આ દુનિયાનો અંત અચૂક આવશે જ. તિબેટમાં બોદ્ધધર્મી એવી જ રીતે એક પુનર્જન્મને શોધી રહ્યા છે જેવી રીતે તેમના પૂર્વજોએ ભગવાનના પુત્રની જ્યુડીઆમાં શોધ ચલાવી હતી. જેરુસલેમમાં શરૂ- થતા એક ઉખાણાની ચાવી પડી છે કાશ્મીરની એક કબરમાં, જેનું નામ છે રોઝેબલ અને એ ઉખાણાનો જવાબ મળે છે વૈષ્ણોદેવીમાં.
એક અમેરિકન પાદરીને પોતાના પરિચિત લોકોની ઝાંખી થવા માંડે છે, પણ એ ઝાંખી હોય છે પૂર્વજન્મોની. પૂર્વજન્મોના આ દ્રશ્યોથી પ્રેરાઈને તે ભારત ખેંચાઈ આવે છે અને પઝલના બધા ટુકડા એક સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. તેના દરેક પગલા પર નજર હોય છે એક પ્રપંચયુક્ત સંસ્થા ક્રક્ષ ડેકસેતા પરમ્યતાની જે એક પ્રાચીન રહસ્યના ઘસ્ફોટ કરતાં આ દુનિયાના નાશને વધારે પસંદ કરે છે.
ધ રોઝેબલ લાઈન પુસ્તક વિવિધ ખંડો અને વિવિધ સદીઓના પ્રવાહમાં પસાર થાય છે અને તેમાં અશ્વિન સાંઘી ધર્મની ઉત્પત્તિના કારણ સુધી વાચકોને ખેંચી જાય છે.
Data sheet
Your review appreciation cannot be sent
Report comment
Report sent
Your report cannot be sent
Write your review
Review sent
Your review cannot be sent
અનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'