- coming soon

અનુવાદ : કિશોર ગોહિલ
‘તાઓ તે ચિંગ'નો અર્થ થાય છે જીવન જીવવાની પધ્ધતિ. અંદાજે ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનમાં થઈ ગયેલા શ્રી લાઓ ત્સુના લખાણનો આ સંગ્રહ જગ પ્રસિદ્ધ છે. ડો. લાઈનલ જાઈલ્સ તેમના આમુખમાં લખે છેઃ “મૂળ લખાણ અસાધારણ જુસ્સો અને લાઘવ ધરાવે છે. આટલી ઓછી જગ્યામાં આટલી વિશાળ વિચારણા સમાવી દીધી હોય તેવું ખચિત ક્યારેય બન્યું નથી.”
“નમેલા રહેશો, તો ટટ્ટાર રહેશો તમે,
ખાલી રહો, તો પરિપૂર્ણ રહેશો તમે,
ઘસાયેલા રહો, તો ઉજળા રહેશો તમે,
ઓછું છે જેની પાસે, તેને પ્રાપ્ત થશે,
ઘણું છે જેની પાસે. તે ગુંચવણમાં મુકાશે." ...
Tao-Te-Ching-Lao Tzu
Data sheet