નવનીત-પહેલું કદમ - Navneet Pahelu Kadam
search
  • નવનીત-પહેલું કદમ - Navneet Pahelu Kadam
  • નવનીત-પહેલું કદમ - Navneet Pahelu Kadam
  • નવનીત-પહેલું કદમ - Navneet Pahelu Kadam

નવનીત-પહેલું કદમ - Navneet Pahelu Kadam

₹130.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

ધોરણ ૧ થી ૪ માં ભણતાં બાળકો માટે અક્ષરજ્ઞાન, અંકજ્ઞાન અને સામાન્ય જ્ઞાન

Quantity

પ્રસ્તાવના

બાળક દુનિયામાંથી અનૌપચારિક રીતે અનેક બાબતો ગ્રહણ કરે છે; પરંતુ એ જ બાબતોને વૈજ્ઞાનિક રીતે ગ્રહણ કરાવવા ઔપચારિક શિક્ષણની જરૂર છે. આ શિક્ષણના પાયાનાં પગથિયાંછે – અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન.

ભાષા (અક્ષરજ્ઞાન) બાળકના ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે અને અંકજ્ઞાનથી બાળકની તર્કશક્તિનો વિકાસ થાય છે. વિશ્વના અનુભવો મેળવવા, તેમને અભિવ્યક્ત કરવા તેમજ વ્યવહાર માટે બાળકનો ભાષા- વિકાસ અગત્યનો છે. આ ધ્યેયને નજર સામે રાખીને પાયાનું અક્ષરજ્ઞાન તથા અંકજ્ઞાન આપવા અમે આ ‘પહેલું કદમ’ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે.

ઔપચારિક શિક્ષણની પા પા પગલી ભરતાં બાળકો માટે આ પુસ્તકમાં વર્ણોની ઓળખ, તેમનાથી બનતા શબ્દો અને વાક્યોની આનુક્રમિક સચિત્ર સમજ આપવામાં

આવી છે. એટલું જ નહિ, બાળક શબ્દોની યોગ્ય સમજ આપમેળે કેળવી વાક્યમાં તેનો ઉપયોગ કરવા પ્રેરાય તેવી સામગ્રી પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. માતૃભાષા ગુજરાતી તેમજ હિન્દી ઉપરાંત English(દ્વિતીય ભાષા)માં માત્ર વાચન-અર્થગ્રહણથી જ કામ નહિ સરે તેમ લાગતાં બાળકો વાકૌશલની પણ સાર્થક સમજ કેળવે તે માટે શબ્દરચનામાં ઉચ્ચારની પણ સમજ આપવામાં આવી છે.

આમ, બાળકના સર્વાંગી વિકાસનાં મૂળભૂત અંગો બુદ્ધિ (તર્ક) અને હૃદય/મન(ભાવના)ની શક્તિનો વિકાસ તથા તેમના વ્યવહારુ ઉપયોગના દ્વાર ખોલતું આ ‘પહેલું કદમ’ ભૂલકાંઓને સાર્થક રીતે ઉપકારક નીવડશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.

– નવનીત એજ્યુકેશન લિમિટેડ

J2271
4 Items

Data sheet

Binding
Paper Back
Language
Gujarati
Pages
32
Publisher
Navneet Education Limited
Comments (0)