• coming soon
કૃષ્ણાયન - Krishnaayan by Kajal Oza Vaidya
search
  • કૃષ્ણાયન - Krishnaayan by Kajal Oza Vaidya

કૃષ્ણાયન - Krishnaayan by Kajal Oza Vaidya

₹275.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત  

Quantity
Out-of-Stock

સ્ત્રીઓ શા માટે એકબીજાથી જુદી નથી હોતી ?’

પીપળાની નીચે બેઠેલા કૃષ્ણ દ્રૌપદીના મહાલયના આછા અંધકારમાં ભજવાયેલું દશ્ય સ્મૃતિમાં લાવીને મનોમન વિચારી રહ્યા હતા....

કોઈ પણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એકસરખું વિચારે છે? શા માટે એકસરખું અનુભવે છે? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે?” કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા... એ પોતે જ હસી પડ્યા. હવે શો અર્થ હતો આ પ્રશ્નોનો? જીવન તો જિવાઈ ચૂક્યું હતું. એમના જીવનની ત્રણ મહત્ત્વની શા માટે એકસરખી રીતે એમને વિશે સંવેદનો અનુભવતી હતી? એકસરખી રીતે એને વિશે વ્યથિત હતી અથવા શા માટે એકસરખી તીવ્રતાથી પોતાને પ્રેમ કરતી હતી... એ બધું વિચારવાનો સમય કદાચ પસાર થઈ ચૂક્યો હતો. હવે તો માત્ર એ સ્ત્રીઓની સ્મૃતિ હતી... એ સ્ત્રીઓ નહોતી, એમની દૃષ્ટિ સામે, અને છતાં એ સ્ત્રીઓની આંખો એમની સામે જોઈ રહી હતી. અપેક્ષાથી... ઉત્કંઠાથી... ઉપાલંભથી... ઉષ્માથી અને અનર્ગળ સ્નેહથી!

ત્રણ નદીઓનો પ્રવાહ એમની દૃષ્ટિ સામે સમુદ્ર તરફ વહી રહ્યો હતો અને એ ત્રણેય નદીઓમાં તરવરી રહેલાં અજવાળાનાં ઊંચાં-નીચાં થતાં કિરણો અસ્પષ્ટ રેખાઓથી એ ત્રણેય સ્રીઓની મુખરેખાઓ ચીતરી રહ્યાં હતાં...

એ ત્રણેય સ્ત્રીઓ – પ્રિયતમા, પત્ની અને સખી... કલકલ કરતાં પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી, ‘અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે... તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને... અમારા પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે... અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...’

9789390521173

Data sheet

Author
Kajal Oza Vaidya
Binding
Paper Back
Language
Gujarati
Published
1st in 2005
This in 2021
Publisher
Zen Opus
Comments (0)