• coming soon
ગુજરાતી ભાષાનું વ્યાકરણ-પ્રા. ડૉ. યોગેન્દ્ર વ્યાસ - Gujarati Bhashanun Vyakran-Pr. Dr. Yogendra Vyas
search
  • ગુજરાતી ભાષાનું વ્યાકરણ-પ્રા. ડૉ. યોગેન્દ્ર વ્યાસ - Gujarati Bhashanun Vyakran-Pr. Dr. Yogendra Vyas
  • ગુજરાતી ભાષાનું વ્યાકરણ-પ્રા. ડૉ. યોગેન્દ્ર વ્યાસ - Gujarati Bhashanun Vyakran-Pr. Dr. Yogendra Vyas

ગુજરાતી ભાષાનું વ્યાકરણ-પ્રા. ડૉ. યોગેન્દ્ર વ્યાસ - Gujarati Bhashanun Vyakran-Pr. Dr. Yogendra Vyas

₹260.00
Tax included
shipping cost will be calculated at the time of checkout.

Gujarati Bhashanun Vyakran-Pr. Dr. Yogendra Vyas

Quantity
Out-of-Stock

ડૉ. યોગેન્દ્ર વ્યાસ, પૂર્વ-ડિરેક્ટર, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી. જન્મઃ છ ઑક્ટોબર, ૧૯૪૦, અમદાવાદમાં, ભાલોદનાવતની અને આર્યોદયજિનિંગ મિલ્સ લિ.નાઆસિ.વિવિંગ માસ્તર ધીરુભાઈ અને પોંડિચેરીવાળા ડૉ. બેચરલાલ ભટ્ટનાં દીકરી પ્રમોદબહેનનું ત્રીજું સંતાન.

સન ૧૯૬૬માં શ્રીમતી અંજનાબહેન (વડોદરાના શ્રી નંદકૃષ્ણ પંડ્યા, આઈ.એફ.એસ.નાં સુપુત્રી) બી.એ. ઑનર્સ, સાથે લગ્ન.સુપુત્ર ડૉ. કૌશલ વ્યાસ, એમ.ડી. (મૅડિસિન), ડી.એમ. (ગૅસ્ટ્રો) અમદાવાદમાં ડૉક્ટર હાઉસની સામે પેટના રોગોના જાણીતા નિષ્ણાત છે. પુત્રવધૂ ડૉ. ચિંતલબહેન(શ્રી ભરતભાઈ દવે, ચીફ એન્જિ. જી.ઈ.બી.નાં સુપુત્રી) પણ એમ.ડી. (મૅડિસિન) છે.

અત્યંત તેજસ્વી કારકિર્દી સાથે એમ.એ., પીએચ.ડી., સાહિત્યરત્ન.

માત્ર ૨૨ વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની મહિલા કૉલેજમાં આચાર્ય અને પછી અમદાવાદનીસરસપુર કૉલેજમાં આચાર્ય. એક વર્ષ ડૉ. પ્રબોધ પંડિત સાથે પૂનાની ડેક્કન કૉલેજમાં,

૧૯૬૯થી ઑક્ટોબર ૨૦૦૨ સુધી ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાં; એ દરમિયાન સૅનેટના પાંચ ટર્મ, ઍકેડેમિક કમિટીના ચાર ટર્મ, સિન્ડિકેટના ત્રણ ટર્મ અને ફાઈનાન્સ, બાંધકામ,પ્રકાશન, ગ્રંથાલય, પરીક્ષા વગેરે સમિતિઓનાં વર્ષો સુધી સભ્ય.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં '૭૬થી વિવિધ ગુજરાતી પાઠ્યપુસ્તકોના સંપાદક, પરામર્શક અને વિષયસલાહકાર તથા બે ટર્મ માટે નિયામકસભા, સંચાલનસમિતિ અને બોર્ડનાસભ્ય.

'૮૩થી શોધન આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર અને '૯૩થી સ્પીપા (ગુજરાત સરકાર)માં યુપીએસસીના તાલીમકોર્સમાં સંકળાયેલા, તેમના ૧૦૦થી વધુ વિદ્યાર્થી IAS, IPS, IRS વગેરે પદ ઉપર તથા GPSC વર્ગ ૧-૨માં પસંદ થયેલાં છે. બિનગુજરાતીઓ અને પરદેશીઓને ગુજરાતી શીખવવાના અનેક કાર્યક્રમોના તથા ભાષાવિજ્ઞાન તથા ભાષાશિક્ષણના અનેક વર્કશોપ અને સેમિનારના સફળ સંચાલક,

ભારતીય ભાષા સંસ્થાન(માયસોર)ના કેન્દ્ર સરકારે નિમેલા સલાહકાર, (’૯૫થી ‘૯૯) નવમી પંચવર્ષીય યોજના માટેની યુ.જી.સી.ની વિઝિટિંગ કમિટીના (૯૭) અને નૅશનલ ઍક્રેડિટેશન ઍન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (૨૦૦૦)ના સભ્ય.

કુલ સત્તાવીસ પુસ્તકોના લેખક અને ચોવીસ પુસ્તકોના સંપાદક. જેમાંથી પાંચ પુસ્તકોને જે-તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર.

અમદાવાદ શહેર શિક્ષણસમિતિ દ્વારા સન્નિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ('૯૯). ૨૦૦૨માં અમેરિકાની ૧૯૬૭થી કાર્યરત એ.બી.આઈ., ઇન્સે. સંસ્થા દ્વારા મૅન ઑફ ધયર-૨૦૦૨’અનેતે જ સંસ્થાનારિસર્ચ બોર્ડ ઑફ ઍડ્વાઇઝર્સ તરીકે પસંદગી.

વર્ષ ૨૦૦૩-૦૪માં દિવ્ય ભાસ્કર' સમાચારપત્રના ભાષાસલાહકાર તથા લેખક,

9789384780067

Data sheet

Author
Pr Dr Yogendra Vyas
Binding
Paper Back
Language
Gujarati
Pages
250
Published
8th in 2018
Publisher
Balvinod Prakashan
Comments (0)