

Gujarati translation of The Parable of the Pipeline - How Anyone Can Build A Pipeline of Ongoing Residual Income in the New Economy by Burke Hedges
ભાવનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'
એક પાઇપલાઇન હજાર પગાર બરાબર છે !
આપણે કેટલાય દસકાઓથી અઢળક તકો વાળા અર્થતંત્રમાં જીવી રહ્યા છીએ એમ છતાં આજે પણ દેશનાં મોટાભાગનાં કુટુંબો પગારની રાહ જોતા રહે છે અને ખર્ચા પૂરા કરવા માટે તેઓ વધારે કલાક વધારે મહેનત કરતા રહે છે.
કેમ ? મોટાભાગના લોકો ખોટી સિસ્ટમમાં ફસાઈ ગયા છે એ લોકો ‘રૂપિયાના બદલે સમય'ના દુષ્ચક્રમાં ફસાઈ ગયા છે. એક દિવસનું કામ, એક દિવસનો પગાર એક મહિનાનું કામ, એક મહિનાનો પગાર. બરાબર ?
તમે કોઈ રેસ્ટોરાંમાં વાસણ માંજતા હો કે કોઈ હૉસ્પિટલમાં ડૉક્ટર હો, તમે તમારો સમય આપીને તેના બદલામાં રૂપિયા કમાવ છો. એટલે તમે પગારની રાહ જોતા રહો છો. જો માંદગી, મંદી કે નિવૃત્તિ આવે, તો એ પગાર બંધ થઈ જાય છે આમાં આર્થિક સલામતી ક્યાં છે?
‘રૂપિયાના બદલે સમય'ના દુષ્ચક્રમાંથી કઈ રીતે બહાર આવવું ? સતત આવક આપતી રહેતી પાઇપલાઇન સર્જીને ! તમે કામ એક વાર કરો અને આવક વારંવાર થતી રહે. આવી એક પાઇપલાઇન હજાર પગાર બરાબર છે. તમે કામ કરો કે ન કરો, આ પાઇપલાઇન દ૨૨ોજ વર્ષો સુધી તમને આવક આપતી રહે છે. આ કહેવાય આર્થિક સલામતી !
સફળતાની પાઇપલાઇન, જીવનની લાઇફલાઇન'માં તમને એવી યુક્તિઓ શીખવા મળશે, જેના વડે તમે આવી સતત આવક આપતી રહેતી પાઇપલાઇનો સર્જી શકો અને આર્થિક સલામતી સાથેનું જીવન માણી શકો.
બર્ક હેજીસ
લેખક
વક્તા
ઉદ્યોગ સાહસિક
બર્ક હેજીસ એક દસકથી વધારે સમયથી વ્યક્તિગત અને આર્થિક સ્વાતંત્ર્ય અંગે જુસ્સાપૂર્વક શીખવી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રકાશિત તેમના ૭ પુસ્તકોનો અનુવાદ ૧૦થી વધારે ભાષાઓમાં થઈ ચૂક્યો છે અને તેની ૨૦ લાખથી વધારે પ્રતો વિશ્વભરમાં વેચાઈ ચૂકી છે. બર્ક પોતાની પત્ની અને ચાર બાળકો સાથે અમેરિકાના ટેમ્પા બે વિસ્તારમાં રહે છે.
Data sheet
Your review appreciation cannot be sent
Report comment
Report sent
Your report cannot be sent
Write your review
Review sent
Your review cannot be sent
Gujarati translation of The Parable of the Pipeline - How Anyone Can Build A Pipeline of Ongoing Residual Income in the New Economy by Burke Hedges
ભાવનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'